Maharashtra : ઉદ્ધવ ઠાકરેએ પોતાની હિંદુત્વ વિચારધારા વિશે કરી મોટી સ્પષ્ટતા 

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (uddhav thackeray)એ કહ્યું છે કે તેઓ હજી પણ હિંદુત્વની વિચારધારા સાથે છે અને એને ક્યારેય નહીં છોડું. મુખ્યમંત્રીએ કહ્યું છે કે હું દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) પાસેથી ઘણું શીખ્યો છું અને હું હંમેશા તેમનો મિત્ર રહીશ. 

Maharashtra : ઉદ્ધવ ઠાકરેએ પોતાની હિંદુત્વ વિચારધારા વિશે કરી મોટી સ્પષ્ટતા 

મુંબઈ : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (uddhav thackeray)એ કહ્યું છે કે તેઓ હજી પણ હિંદુત્વની વિચારધારા સાથે છે અને એને ક્યારેય નહીં છોડું. મુખ્યમંત્રીએ કહ્યું છે કે હું દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) પાસેથી ઘણું શીખ્યો છું અને હું હંમેશા તેમનો મિત્ર રહીશ. 

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે હું એવો ભાગ્યશાળી મુખ્યમંત્રી છું જેના વિરોધીઓ હવે તેમની સાથે છે અને સાથીદારો વિપક્ષમાં ચાલ્યા ગયા છે. હું પોતાના ભાગ્યથી અને લોકોના આશિષથી અહીં પહોંચ્યો છું. મે ક્યારેય એવો દાવો નથી કર્યો કે હું સીએમ બનીશ પણ હવે હું આવી ગયો. 

હાલમાં પૂર્વ પ્રધાનમંત્રી દેવેન્દ્ર ફડણવીસને વિપક્ષના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. વિધાનસભામાં વાત કરતી વખતે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે હું ક્યારેય દેવેન્દ્ર ફડણવીસને વિપક્ષી નેતા નહીં કહું. હું તેમને એક જવાબદાર નેતા ગણીશ કારણ કે તેઓએ અમારી સાથે યોગ્ય વર્તન કર્યું હતું તો ક્યારેય હાલમાં જે પરિસ્થિતિ ઉભી થઈ છે એને ટાળી શકાય. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news